લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઉન્મુક્ત ચંદે મેલબર્ન રેનેગેડસથી ડેબ્યૂ કરી ઈતિહાસ રચ્યો

ભારતને પોતાની કેપ્ટનશિપમાં અંડર-19 વિશ્વકપ જીતાડનારા ઉન્મુક્ત ચંદે વધુ એક ઈતિહાસ રચ્યો છે.ત્યારે તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં મેલબર્ન ટીમથી ડેબ્યૂ કરનારો પ્રથમ ભારતીય પુરુષ બની ગયો છે.ઉન્મુક્તે ગત વર્ષે નવેમ્બરમાં મેલબર્ન રેનેગેડ્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો,ત્યારપછી તેને પ્લેઇંગ-11માં રમવાની તક મળી છે.જેઓએ ડેબ્યૂ મેચમાં ટીમને જીતાડવાની તક ગુમાવી હતી. જેમાં તે 8 બોલમાં 6 રન કરી પેવેલિયન ભેગો થઈ જતા ટીમની મુશ્કેલીમાં વધારો થયો હતો.આમ ઇસ.2010થી તેઓએ ડોમેસ્ટિક કારકિર્દી શરૂ કરી હતી. ઉન્મુક્ત ચંદે ડોમેસ્ટિક કારકિર્દીની શરૂઆત ઇસ.2010માં દિલ્હી તરફથી રમતા કરી હતી. જે 8 સિઝન સુધી હોમ ટીમ માટે રમતો રહ્યો હતો.આ દરમિયાન ઉન્મુક્ત ચંદ દિલ્હી ટીમનો કેપ્ટન પણ રહ્યો હતો.આમ પૂર્વ ભારતીય અંડર-19 વિશ્વકપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચંદે 2 મહિના પહેલા ફિટનેસ ટ્રેનર સિમરન ખોસલા સાથે લગ્ન કર્યા હતા.