લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશના નૈમિષારણ્યની કાયાપલટ કરવામાં આવશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાશી અને અયોધ્યાની કાયાપલટ કર્યા પછી આગામી સમયમાં રાજ્યના નૈમિષારણ્યના વિકાસની વાત કરી છે.આ સિવાય યોગી આદિત્યનાથે વર્તમાનમાં રાજ્યના સીતાપુર,લખીમપુર ખરી અને બલરામપુરમાં સ્થાનિક એકમોની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની તરફેણમાં આયોજિત સભાઓને સંબોધિત કરી હતી.નૈમિષારણ્ય વિષેની વાત કરતાં સીએમએ કહ્યું હતું કે નૈમિષારણ્યની ભૂમિમાંથી મહર્ષિ દધીચિએ એકસમયે દૈવી શક્તિઓના વિજય માટે વજ્ર બનાવવા માટે પોતાના અસ્થિઓ આપ્યા હતા.ત્યારે કાશી વિશ્વનાથ ધામની જેમજ નૈમિષારણ્યની કાયાપલટ કર્યા બાદ ધાર્મિક પર્યટન વધશે જેનાથી દરેક ક્ષેત્રમાં મોટાપાયે રોજગારની તકો ઊભી થશે.આમ રાજધાની લખનઉથી નૈમિષારણ્ય લગભગ 80 કિમી દૂર સીતાપુર જિલ્લામાં ગોમતી નદીના કિનારે આવેલુ હિંદુ યાત્રાધામ છે.જે હજારો ઋષિઓના નિવાસસ્થાન તરીકે ઓળખાય છે.