યુપીની 2022ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ ઝંપલાવવાનુ નક્કી કર્યુ છે. ત્યારે શિવસેના રાજ્યમાં 100 બેઠકો પર ચૂંટણી લડશે. આ પહેલા ઓવૈસી પણ 100 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી ચુકયા છે. જે બાબતે શિવસેનાના યુપી અધ્યક્ષ અનિલ સિંહે કહ્યુ હતુ કે તમામ બેઠકો પર સંગઠનને મજબૂત કરવા માટે કો ઓર્ડિનેટરોની નિમણૂંક કરવામાં આવી રહી છે. રાજ્યનુ શિવસેનાનુ પ્રતિનિધિમંડળ બહુ જલ્દી શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેને મળવા જશે. આમ વર્ષ 2017ની ચૂંટણીમાં શિવસેના 50 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે પાર્ટીને એકપણ બેઠક પર જીત મળી નહોતી. જ્યારે ઓવૈસીની પાર્ટી 38 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને પણ એકપણ બેઠક મળી નહોતી. ત્યારે બીજીતરફ યૂપી સરકારના પૂર્વમંત્રી ઓમપ્રકાશ રાજભરે નાની પાર્ટીઓનો સંયુક્ત મોરચો તૈયાર કરી દાવો કર્યો છે કે વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસી સિવાય શિવસેના,ટીએમસી અને આમ આદમી પાર્ટી અમારા મોરચામાં સામેલ થશે. આ તમામ પાર્ટીઓ ભેગી થઈને ચૂંટણી લડશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved