લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી વર્ષે મહારાષ્ટ્રની સ્કૂલો 15 જૂનથી શરૂ થશે

મહારાષ્ટ્રની સ્કૂલો આ વર્ષે આગામી 15 જૂનથી શરૂ થવાની માહિતી શિક્ષણમંત્રીએ આપી છે.જ્યારે વિદર્ભમાં તાપની તીવ્રતા વધુ રહેતી હોવાથી ત્યાં ૩૦મી જૂનથી સ્કૂલો શરૂ થશે.આ સિવાય સરકારી તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનની સ્કૂલોમાં ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક સામગ્રી અપાશે તેમજ પ્રત્યેક પાઠ બાદ એક પાનું કોરું રહેવાની વ્યવસ્થા છે.તે ઉપરાંત આગામી શૈક્ષણિક વર્ષમાં સ્કૂલોમાં વિવિધ દિવસોની ઉજવણી પણ કરવામાં આવશે.