લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામાં દિવાળીને સેનેટ દ્વારા નેશનલ હોલિડે તરીકેની મંજૂરી મળી

અમેરિકાના પેન્સિલવેનિયામા દિવાળીને નેશનલ હોલિડે જાહેર કરાયો છે.જેના કારણે દિવાળીના અવસરે સત્તાવાર રજા રહેશે.ત્યારે આ અંગે પેન્સિલવેનિયાના સેનેટર નિકિલ સાવલે ટ્વિટ કરીને માહિતી આપી હતી પેન્સિલવેનિયા સ્ટેટની સેનેટે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે.જેમા તેમણે હિન્દુઓના તહેવાર દિવાળીને નેશનલ હોલિડે તરીકે માન્યતા આપી છે.પેન્સિલવેનિયામાં 2 લાખ દક્ષિણ એશિયાઈ લોકો રહે છે.જેમાથી મોટાભાગના લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે.આમ દર વર્ષે રોશનીનું આ પાવન પર્વ દિવાળી લોકોના ઘર,મંદિરો અને જાહેર સ્થળોએ ઉજવાય છે.આમ દર વર્ષે કાર્તિક મહિનાની અમાસે દિવાળી ઉજવાય છે ત્યારે હિન્દુઓની માન્યતા અનુસાર આ દિવસે 14 વર્ષના વનવાસ બાદ ભગવાન શ્રીરામ માતા સીતા સહિત અયોધ્યાથી પરત ફર્યા હતા.