લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકન એરલાઇન્સના વિમાન સાથે પક્ષી અથડાતા એન્જિનમાં આગ લાગી

અમેરિકન એરલાઈન્સના વિમાનમા મોટી દુર્ઘટના થતી ટળી છે.જેમા આગ લાગવાને કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.આ ઘટનામાં જ્યારે વિમાન સાથે પક્ષી અથડાયુ ત્યારે તેના કારણે એન્જિનમાં આગ લાગી હતી.આમ અમેરિકન એરલાઈન્સના બોઈંગ-737 એરક્રાફ્ટે ટેકઓફ કરતા તરત જ તેની સાથે એક પક્ષી અથડાયું,ત્યારબાદ તેના એન્જિનમાં આગ લાગી ગઈ હતી.ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી.આ દુર્ઘટના સર્જાતા તરત આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ અમેરિકાના ઓહાયો એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું.