લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકા અને ઈઝરાયેલના સબંધોમાં તિરાડ જોવા મળી

અમેરિકા અને ઈઝરાયેલના સબંધો પર વધુ એક મહોર લાગી ગઈ છે.જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ન્યાયિક પ્રણાલીમાં સુધારાની યોજના પાછી ખેંચવાની સલાહ આપી હતી,પરંતુ નેતન્યાહુએ તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.આમ બંને દેશોના નેતાઓ વચ્ચે જાહેર રીતે આ પ્રકારની અસહમતિ વ્યક્ત કરવી તે સામાન્ય બાબત નથી.નેતાન્યાહુની ન્યાયિક સુધારણા યોજનાનો દેશમાં અભૂતપૂર્વ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને લોકો રસ્તા પર ઉતરવાને કારણે ઘરેલું સંકટની સ્થિતિ શરૂ થઈ હતી,ત્યારબાદ નેતન્યાહુએ આ યોજનાને સ્થગિત કરી દીધી હતી.જેમા નેતાન્યાહુ અને તેના સાથીઓએ તેમની સરકારના ગઠનના થોડા દિવસો પછી જાન્યુઆરીમાં ન્યાયિક ફેરફારોની ઘોષણા કરી હતી.જેણે ઈઝરાયેલને છેલ્લા કેટલાક દાયકાઓના સૌથી ગંભીર ઘરેલુ સંકટમાં ધકેલી દીધા હતા.આ ઘોષણા સામે દેશભરમાં પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા અને નેતાન્યાહુની પોતાની પાર્ટી લિકુડમાં તેમની લોકપ્રિયતા ઘટી જવા પામી હતી.