લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુએસ અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસથી તણાવ વધવા પામ્યો

યુએસ અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા લશ્કરી યુદ્ધ અભ્યાસને લઈ ઉત્તર કોરિયાએ ફરીએકવાર જવાબી હુમલો કર્યો છે.જે અંગે ઉત્તર કોરિયાએ કહ્યુ હતું કે બંને દેશો વચ્ચેની સૈન્ય અભ્યાસથી તણાવને વધારીને અંત સુધી લાવી દેવામાં આવ્યો છે.આ સાથે તેમણે આક્રમક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.આમ અમેરિકા અને દક્ષિણ કોરિયાની સેના વચ્ચે 2018 બાદ સૌથી મોટો લશ્કરી અભ્યાસ ચાલી રહ્યો છે.આમ બંને દેશો વચ્ચે ચાલી રહેલા લશ્કરી યુદ્ધ અભ્યાસમાં અમેરિકાએ તેના એરક્રાફ્ટ કેરિયર તેમજ બી-1 અને બી-52 બોમ્બર એરક્રાફ્ટનો સમાવેશ કર્યો છે.આ સિવાય ઉત્તર કોરિયા શરૂઆતથી જ આ અભ્યાસનો વિરોધ કરી રહ્યું છે.ઉત્તર કોરિયાએ અગાઉ કહ્યું હતું કે આ તેની સામેની રણનીતિ છે પણ તે પાછળ હટશે નહી.આમ થોડાક દિવસો પહેલા જ ઉત્તર કોરિયા દ્વારા અનેક મિસાઈલ પરીક્ષણો કરવામાં આવ્યા હતા.આ પરિક્ષણમાં એક એવી મિસાઈલ હતી જેની રેન્જ અમેરિકા સુધી હતી.