યુએસમાં કોરોના મહામારી વિકરાળ બની રહી છે તેમ મુશ્કેલીઓ પણ વધી રહી છે. કેલિફોર્નિયા રાજ્યમાં કોરોનાના નવા એક લાખ કરતાં વધુ કેસ જ્યારે 161ના મોત નોંધાયા છે,જ્યારે બીજીતરફ રાજ્યમાં કોરોના વાઇરસ ટેસ્ટ કીટ્સની અછત સર્જાઇ છે. પખવાડિયામાં હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે.ટેસ્ટ કીટ ન મળતા કે ટેસ્ટના પરિણામ મળવામાં વિલંબ થતાં લોકો હતાશ થઇ રહ્યા છે.કેલિફોર્નિયામાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધવાને કારણે કીટની માંગમાં ઉછાળો આવ્યો છે. જેમાં ઘણી જગ્યાએ લોકોને ટેસ્ટ માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોવી પડી હતી.આમ યુએસએમાં કોરોનાના નવા સાડા 8 લાખ કેસો નોંધાયા હતા અને 2 હજાર કરતા વધુ લોકોના મોત થયા હતા. સમગ્ર દુનિયામાં કોરોનાનો મરણાંક 55 લાખ થવાને આરે છે.યુકેમાં કોરોનાની રસીનો ત્રીજો ડોઝ વૃદ્ધોને હોસ્પિટલમાં દાખલ થવા સામે રક્ષણ આપતો હોઇ સરકારના સલાહકારોએ ચોથો ડોઝ ન આપવાની ભલામણ કરી છે.ત્રીજો ડોઝ લીધા બાદ 65 વર્ષ કરતાં વધુ વયના લોકોને ત્રણ મહિના પછી પણ હોસ્પિટલાઇઝેશન સામે 90 ટકા રક્ષણ મળ્યું હોવાનું જણાયું હતું. જેને પગલે રસીકરણ સમિતિએ સરકારને ચોથો ડોઝ આપવાને બદલે બને એટલા લોકોને ત્રીજો ડોઝ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved