અમેરિકાની ખાનગી કંપનીઓએ જાન્યુઆરી 2022માં આશરે 3 લાખ નોકરીઓમાં કાપ મૂક્યો હતો.ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે અમેરિકાના શ્રમબજારમાં રિકવરી ખોરવાઈ ગઈ છે.એડીપીના ચીફ ઇકોનોમિસ્ટ નેલા રિચાર્ડસને જણાવ્યું હતુ કે ઓમિક્રોન વેરિયન્ટ અને રોજગારી સર્જન પરની તેની નોંધપાત્ર અસરને કારણે વર્ષ 2022ના પ્રારંભમાં લેબર માર્કેટની રિકવરીમાં પીછેહટ આવી છે.આ અસર હંગામી રહે તેવી શક્યતા છે.જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના ઔદ્યોગિક ક્ષેત્રોમાં નોકરીમાં કાપ જોવા મળી રહ્યો છે.ત્યારે ડિસેમ્બર 2020 પછીથી રોજગારીમાં તાજેતરના સમયગાળાનો સૌથી મોટો ઘટાડો થયો છે. વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ બાદ લીઝર અને હોટેલ ઉદ્યોગમાં સૌથી મોટી પીછેહટ થઈ છે.આ ઉદ્યોગોમાં નોકરીઓમાં 1,54,000નો કાપ મૂકાયો છે.મૂડીઝ એનાલિટિક્સના સહયોગમાં એડીપી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરેલા અહેવાલ મુજબ સર્વિસ સેક્ટરમાં જાન્યુઆરીમાં રોજગારીમાં આશરે 2.74 લાખનો કાપ મૂકાયો હતો,જ્યારે ગૂડસ ક્ષેત્રમાં નોકરીમાં 27,000નો ઘટાડો થયો હતો.વિવિધ કદની કંપનીઓમાં રિકવરીમાં અસંતુલન હોવાનો સંકેત આપતા અહેવાલમાં જણાવાયું છે કે મોટી કંપનીઓએ 98,000 કામદારોની છટણી કરી હતી,મધ્યમ કદની કંપનીઓએ 59,000 લોકોને છૂટા કર્યા હતા,જ્યારે નાના કદની કંપનીઓએ 1,44,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved