લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના ફ્લોરિડામાં પીલો ફાઈટ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું

સામાન્ય રીતે બાળકોનો સ્લીપઓવર મનોરંજન પિલો ફાઈટ એક વ્યાવસાયિક રમત બની ગઈ હતી.અમેરિકાના ફ્લોરિડામાં આવી જ એક ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને પિલો ફાઇટ ચેમ્પિયનશિપ નામ આપવામાં આવ્યું હતું.જે ઇવેન્ટના આયોજન બાદ તેના પ્રથમ વિજેતાઓને ટાઇટલ બેલ્ટ આપવામાં આવ્યા હતા.ફ્લોરિડામાં યોજાયેલ ઈવેન્ટમાં 16 પુરૂષો અને 8 મહિલાઓએ ભાગ લીધો હતો.જેમાં મોટાભાગના પાર્ટીસિપન્ટ મિક્સ માર્શલ આર્ટ અને બોક્સિંગ બેકગ્રાઉન્ડના હતા.આ ગેમ દરમિયાન ખેલાડીઓએ માઉથ ગાર્ડ પહેર્યા હતા અને ખાસ ડિઝાઇન કરેલા ગાદલાનો ઉપયોગ કરીને એકબીજા સામે ઓશીકાથી મારામારી કરી હતી.જે ચેમ્પિયનશિપ કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ વિલિયમ્સએ કહ્યું હતું કે રમતમાં ઈજા પહોંચાડવી કોઈને ગમતી નથી અને એવા ઘણા લોકો છે જેઓ લોહી જોવા માંગતા નથી. લોકો એક સારી સ્પર્ધા જોવા માંગે છે અને હિંસાથી દૂર રહેવા માંગે છે.એટલે જ આવી સ્પર્ધાનું આયોજન ખાસ બની જાય છે.આમ થોડા જ સમયમાં ખાસ્સી પોપ્યુલર થયેલી આ રમતને જોવા માટે અનેક લોકો પહોંચ્યા હતા અને તેમણે ભાગ લેનાર લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.ચેમ્પિયનશિપના અંતે વિજેતા મહિલા અને પુરુષને ટાઈટલ બેલ્ટની સાથે વિનિંગ પ્રાઈઝ તરીકે રૂ.5000 ડોલર આપવામાં આવ્યા હતા.