લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામા બર્થ-ડે પાર્ટીમાં ફાયરિંગ થતા 4નાં મોત થયા

અમેરિકાના ડેડવિલે શહેરમાં શનિવારે ગોળીબારની ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા.આ ઘટના ડાન્સ સ્ટુડિયોમાં બની હતી.જ્યાં એક કિશોરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી.ત્યારે ફાયરિંગની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહોગની માસ્ટરપીસ ડાન્સ સ્ટુડિયોને ઘેરી લીધો હતો અને સ્થળની આસપાસ ટેપ લગાવીને બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવી દીધી હતી.આ ઘટનારાત્રે 10.30 વાગ્યે બની હતી.જેમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી છે.આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેની ટીકા કરી છે.