લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના ટેક્સાસના ડેરી ફાર્મમા વિસ્ફોટ બાદ આગ લાગતા ગાયો મૃત્યુ પામી

અમેરિકાના ટેક્સાસમા આવેલા ડેરી ફાર્મમાં થયેલા વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછી 18,000 ગાયો મૃત્યુ પામતા સનસનાટી મચી જવા પામી હતી.ત્યારે આ આગને કાબુમા લેવા માટે ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ભારે મહેનત કરવી પડી હતી.ત્યારે ડેરી ફાર્મનો કર્મચારી આગમાં ફસાઈ ગયો હતો જેને ભારે જહેમત બાદ બચાવી લેવાયો હતો તે ગંભીર રીતે દાઝી જતા તેને હોસ્પિટલમા ખસેડાયો હતો.ત્યારે આગમા મૃત્યુ પામનારી મોટાભાગની ગાયો હોલસ્ટિન અને જર્સી ગાયોની મિશ્ર પ્રજાતિ હતી.આ આગમાં ફાર્મની 90 ટકા ગાયો મૃત્યુ પામી ચૂકી છે.આમ એક ગાયની કિંમત સરેરાશ 2000 ડોલર છે.