લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાએ મિનિટમેન-3 મિસાઈલનુ પરિક્ષણ કર્યુ

વિશ્વમાં મહાવિનાશક હથિયારોના પરિક્ષણ માટે હરિફાઈ જામેલી જોવા મળી રહી છે.જેમા અમેરિકાએ સૌથી શક્તિશાળી મિનિટમેન મિસાઈલનુ પરિક્ષણ કરીને પોતાની તાકાતનો પૂરાવો આપ્યો છે.આ મિસાઈલની રેન્જ 10,000 કિલોમીટરની છે અને તેની રેન્જમાં રશિયા સહિત વિશ્વના મોટાભાગના દેશો આવી જાય છે.અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેન યુધ્ધ શરૂ થયુ ત્યારથી ટકરાવ ચાલી રહ્યો છે.અમેરિકાએ મિનિટમેન-3 પ્રકારના મિસાઈલનુ ટેસ્ટિંગ કર્યુ છે.આમ મિનિટમેન-3 મિસાઈલ પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે.તેની ઝડપ પ્રતિ કલાક 24,000 કિલોમીટર છે જે અમેરિકાની વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડમાં સામેલ છે.