લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના રક્ષામંત્રી ઓસ્ટિન ભારતની મુલાકાતે આવશે

અમેરિકાના રક્ષામંત્રી લોઈડ જે ઓસ્ટિન 3 આવતા અઠવાડિયે જાપાન,સિંગાપોર,ભારત અને ફ્રાંસની મુલાકાત લેશે.જેમા ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટિન રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓને મળે તેવી શક્યતા છે.અમેરિકા અને ભારત પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે.ઓસ્ટિન યુએસ-ભારત સંરક્ષણ ભાગીદારીનું આધુનિકરણ ચાલુ રાખવા માટે કામ કરી રહ્યા છે.આમ અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન દ્વિપક્ષીય રક્ષા સહયોગ અંગે ચર્ચા કરવા આગામી જૂનની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે.ત્યારે તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત-અમેરિકા પહેલા કરતા વધુ વ્યૂહાત્મક રીતે જોડાયેલા છે.આ ઉપરાંત તેમણે ભારતની સ્વદેશી ક્ષમતાઓને મજબૂત કરવા સંરક્ષણ પ્રણાલીના સંયુક્ત ઉત્પાદન તેમજ વિકાસ માટે અમેરિકાના સ્પષ્ટ સમર્થનમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આમ જાન્યુઆરી 2021મા ચાર્જ સંભાળ્યા બાદ ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત હશે.ઇન્ડો-પેસિફિકની આ તેમની સાતમી મુલાકાત હશે.ઓસ્ટીન ટોક્યો અને પછી સિંગાપોર જશે. નવી દિલ્હી જતા પહેલા તેઓ4 જૂને શાંગરીલા ડાયલોગને સંબોધિત કરશે.આ વર્ષે ભારતની મુલાકાત લેનારા ઓસ્ટિન અમેરિકાના કેબિનેટ સ્તરના ચોથા મંત્રી હશે.આ અગાઉ વિદેશ મંત્રી એન્ટની જે.બ્લિંકન,નાણા મંત્રી જેનેટ યેલેન અને વાણિજ્ય મંત્રી જીના રાયમોન્ડો ફેબ્રુઆરી અને માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા.