લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ કોર્ટમાં આત્મસમર્પણ કરે તેવી શક્યતાઓ

અમેરિકામા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી શકે છે.ટ્રમ્પ મોડીરાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા.આ પહેલા મેનહટન પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પોલીસે 35 હજાર અધિકારીઓને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.આ સિવાય શક્યતાને ધ્યાને લઇ ન્યૂયોર્ક સિટી પોલીસ ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવી દીધા છે.મેનહટન ક્રિમિનલ કોર્ટહાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે.જેમા ટ્રમ્પના સમર્થકો તેમની હાજરી પહેલા કોર્ટની આસપાસ વિરોધ પ્રદર્શન કરી શકે છે.ગ્રાન્ડ જ્યુરી તપાસે તેની સામે આરોપ મંજૂર કર્યો.ટ્રમ્પ ગઈકાલે પોતાના ખાનગી વિમાનમાં ન્યૂયોર્ક પહોંચ્યા હતા.