લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકા યુક્રેનને રૂ.30 કરોડ ડોલરના હથિયારો પૂરા પાડશે

રશિયા સામે એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેન ટકી રહ્યુ છે.ત્યારે તેની પાછળ અમેરિકાએ કરેલી મદદનો મહત્વનો રોલ રહ્યો છે.રશિયાએ યુક્રેન પર હુમલા શરૂ કર્યા છે ત્યારે અમેરિકાએ ફરી યુક્રેનને 30 કરોડ ડોલરની સૈન્ય સહાય કરવાની જાહેરાત કરી છે.જે બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિન ફરી રોષે ભરાયા છે.અમેરિકા દ્વારા યુક્રેનને અપાનારા શસ્ત્રોમાં ઘાતક હાઈડ્રા-70 રોકેટ સામેલ છે જેને ફાઈટર જેટસ પરથી લોન્ચ કરવામાં આવે છે.આ સિવાય આર્ટિલરી રોકેટ સિસ્ટમ, મોર્ટાર,તોપના ગોળા,મિસાઈલ્સ,રાયફલ્સ વગેરે યુક્રેનને પૂરા પાડવામાં આવશે.ત્યારે અમેરિકા હથિયારોને પેન્ટાગોન થકી યુક્રેન મોકલશે.જેથી ડિલિવરી જલ્દી થઈ શકે.