કોરોનાકાળ પછી એકતરફ ફુગાવો જ્યારે બીજીતરફ મંદીમાં સપડાઈ ગયેલ અમેરિકા માટે વધુ ખરાબ પરીસ્થિતિના સંકેત જોવા મળી રહ્યા છે.ત્યારે આગામી જૂન મહિના બાદ અમેરિકી સરકારને તેમના બિલની ચુકવણી માટે પણ નાણાં રહેશે નહી.અમેરિકાના પ્રમુખ જો બાઈડને દેશની સરકાર માટે દેવામર્યાદા વધારવાની માંગણી અમેરિકી સંસદ સમક્ષ કરવા નિર્ણય લીધો છે અને જો સરકારને વધુ નાણા માટે દેવુ કરવા મંજુરી નહી અપાય તો સમગ્ર વ્યવસ્થા તૂટી પડવાની ધારણા જોવા મળી રહી છે.આમ આ અંગે અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેન એ સંસદને પત્ર લખીને જણાવ્યું હતું કે આગામી 1 જૂન પહેલા નિર્ણય લેવો જરૂરી છે અને ત્યારબાદ પ્રમુખ બાઈડને અમેરિકી સંસદમાં વિપક્ષના નેતા સહિતના સીનીયર સાંસદો સાથે આ મુદે ચર્ચા કરી હતી.આમ અમેરિકી સરકારનું દેવું રૂ.31.4 લાખ કરોડ ડોલર થયું છે.ત્યારે વિપક્ષે સરકારી ખર્ચા ઘટાડવાની માંગણી કરી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved