વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યા 38,44,10,210ને પાર કરી ગઇ છે જ્યારે મરણાંક 56,99,273 થયો છે. તેની સામે વિશ્વમાં કોરોના રસીના કુલ 10,14,17,72,010 ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.આમ કોરોના મહામારીની સૌથી વધુ અસર યુએસમાં થઇ છે.યુએસમાં કોરોનાના સૌથી વધુ 7,56,65,937 કેસો નોંધાયા છે,જ્યારે મરણાંક 8,94,174 નોંધાયો છે. આ દરમ્યાન રશિયામા કોરોનાના નવા 1,55,768 કેસો અને 667 મરણ નોંધાયા હતા.આ સિવાય સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધુ કેસો ભારતમા નોંધાયા છે,જ્યારે બ્રાઝિલમાં કોરોનાના કુલ 2,58,20,745 કેસો જ્યારે 6,29,301 મોત નોંધાયા છે.જ્યારે યુરોપના ફ્રાન્સમાં સર્વાધિક કોરોનાના 3,15,363 કેસો અને 276 લોકોના મોત નોંધાયા હતા.આ દરમ્યાન યુએસમાં કોરોના મહામારીમાં થાકી ગયેલી નર્સોએ નોકરીઓ છોડી દેતા વર્તમાનમાં હોસ્પિટલોમાં નર્સોની અછત ઉભી થતાં વિદેશથી નર્સોને બોલાવવા માટે તેમના માટે ખાસ વીઝા જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમ્યાન અમેરિકન નાગરિકોના સગાંઓને વીઝા આપવામાં ન હોઇ આ વણવપરાયેલા વીઝા નર્સોને આપવામાં આવશે.વર્તમાન સમયમાં એકલા કેલિફોર્નિયામાં 40,000 નર્સોની જગ્યાઓ ખાલી છે.આ સિવાય યુએસની ઘણી હોસ્પિટલોમાં ફિલિપાઇન્સ,જમૈકા અને અન્ય ઇંગ્લીશ સ્પિકીંગ દેશોમાંથી નર્સો લાવવામાં આવી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved