લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુએસમાં એક દિવસમાં કોરોનાના નવા 6.47 લાખ કેસો નોધાયા

ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ઓમિક્રોનના કારણે વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ફિક્કી પડી ગઇ હતી અને તમામ દેશોમાં ફલાઇટો રદ કરવામાં આવી હોવાને કારણે પ્રવાસીઓની હાલાકીઓ વધી ગઇ હતી. રશિયા અને દક્ષિણ આફ્રિકામાં વર્તમાનમાં મામૂલી સુધારો જણાયો છે. પરંતુ રશિયામાં મરણાંક હજી ચિંતા ઉપજાવે તેવો છે.યુએસમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થવાને પગલે 78 ટકા આઈસીયુ બેડ ભરાઇ ગયા છે. ત્યારે અમેરિકામાં ગયા સપ્તાહમાં કોરોનાના 22 લાખ કરતાં વધુ નવા કેસો નોંધાયા છે. જેમાં કુલ કેસોની સંખ્યા 54 કરોડ થવાને આરે છે,જ્યારે કોરોના મરણાંક સવા 8 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. આ સિવાય ફલોરિડામા એક દિવસમાં 75 હજાર કરતાં વધુ કોરોનાના કેસો નોંધાયા છે. યુએસમાં એક જ દિવસમાં 1409 લોકોના મોત થયા હતા. જ્યારે બીજીતરફ બ્રિટનમાં શુક્રવારે કોરોનાના નવા 1,89,846 કેસો નોંધાયા છે જેમાં 203 લોકોના મોત થયા છે જ્યારે બીજીતરફ ઇટાલીમા કોરોનાના 1,44,243 નવા કેસો નોંધાયા હતા અને 155 લોકોના મોત થયા હતા.ઇટાલીમાં કોરોનાનો કુલ મરણાંક 1,37,402 થયો છે. ત્યારે ફ્રાન્સમાં પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ જણાવ્યું હતું કે ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,32,200 કેસો નોંધાયા છે. યુરોપમાં ફ્રાન્સ કોરોના મહામારીનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે.બીજીતરફ રશિયામાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ મરણાંક ઘટયો નથી. રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 10,519,733 થઇ છે,જ્યારે છેલ્લા 24 કલાકમાં 847 લોકોના મોત થયા છે. આમ ઓમિક્રોન મોટાપાયે ફેલાવાને કારણે દુનિયાના વિમાનપ્રવાસ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. દુનિયામાં શુક્રવારે 2400થી વધુ ફલાઇટ રદ કરવી પડી હતી. જેમાની માત્ર યુએસમાં જ 1100 કરતાં વધુ ફલાઇટસ રદ કરવી પડી હતી.આ સિવાય ચીનમાં પણ જાહેરમાં નવા વર્ષની ઉજવણીઓ રદ કરવામાં આવી છે. આ દરમ્યાન યુકેમાં ઓમિક્રોનના નવા દર્દીઓમાં 85 ટકા દર્દીઓ એવા જણાયા હતા જેમણે કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લીધો નહોતો.જ્યારે ચોથા ભાગના દર્દીઓએ કોરોનાની રસીનો એકપણ ડોઝ લીધો નહોતો. આમ કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લેવાથી ઓમિક્રોનના ચેપને કારણે હોસ્પિટલાઇઝેશનનું જોખમ 88 ટકા ઘટે છે. કોરોનાની રસીના બે ડોઝ લીધા હોય તો છ મહિના સુધી હોસ્પિટલાઇઝેશનનું જોખમ 72 ટકા ઘટે છે.