યુ.એસ ઓપનના મેન્સ સિંગલ્સના ફાઈનલ મુકાબલામાં રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવે વિશ્વના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4,6-4,6-4થી હરાવીને પોતાનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ ખીતાબ જીતી લીધો છે. જ્યારે બીજીતરફ આ હાર સાથે જ નોવાક જોકોવિચનું 21મું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું છે. આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમા પહોંચ્યો હતો જ્યાં જોકોવિચે તેને હરાવ્યો હતો. ત્યારે વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમમાં તેણે યુ.એસ ઓપનનો ખિતાબ જીતીને જોકોવિચને ઈતિહાસ રચતાં રોકી દીધો છે. જો નોવાક જોકોવિચ યુએસ ઓપનનો ફાઈનલ જીતી ગયા હોત તો પુરુષોમાં સૌથી વધુ સિંગલ્સના ગ્રાન્ડસ્લેમ જીતનારો પ્રથમ ખેલાડી બની ગયો હોત. આમ અત્યારે જોકોવિચ,ફેડરર અને રાફેલ નડાલ 20-20 ગ્રાન્ડસ્લેમ જીતીને સંયુકત રીતે પ્રથમ સ્થાને છે. જોકોવિચે આ પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપન,ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનનો ખીતાબ જીત્યો હતો. અત્યારે પુરુષોમાં એક વર્ષમાં ચારેય ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીતનારો ખેલાડી રોડ લેવર છે. લેવરે આ ઉપલબ્ધી ઇસ.1962 અને ઇસ.1969માં હાંસલ કરી હતી. જેમાં મહિલાઓમાં સ્ટેફી ગ્રાફે વર્ષ ઇસ.1988માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જોકોવિચ ઓવરઓલ 31મી વખત જ્યારે યુ.એસ ઓપનની ફાઈનલમાં 9મી વખત પહોંચ્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved