લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / યુએસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમા યોકોવિચ બેરેટિની સામે ટકરાશે

સર્બિયાના ટેનિસ ખેલાડી યોકોવિચે અમેરિકાના બૂ્રક્સબાયને 1-6,6-3,6-2,6-2થી હરાવીને યુએસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. યોકોવિચ કેલેન્ડર ગ્રાન્ડ સ્લેમની સિદ્ધિથી ત્રણ વિજયના અંતરે છે. ત્યારે તેમનો મુકાબલો ઈટાલીના બેરેટિની સામે થવાનો છે. જેણે જર્મનીના ઓટ્ટે સામે 6-4,3-6,6-3,6-2થી જીત હાંસલ કરી હતી. આમ યુએસ ઓપનમાં પહેલી વખત અમેરિકાનો કોઈપણ ખેલાડી અંતિમ આઠ સુધી પહોંચી શક્યો નથી. યુએસ ઓપનની પ્રિ-ક્વાર્ટરમાં પ્રવેશેલા અમેરિકાના ખેલાડી બૂ્રક્સબાયને યોકોવિચે 2 કલાક અને 59 મિનિટની મેચમાં હરાવ્યો હતો. આ સિવાય જર્મનીના ઝ્વેરેવે આગેકૂચ જારી રાખતાં 6-4,6-4,7-6,9-7થી ઈટાલીના સિનરને પરાસ્ત કર્યો હતો. ઝ્વેરેવ સાઉથ આફ્રિકાના લોઈડ હેરિસ સામે ક્વાર્ટર ફાઈનલ રમશે. જેણે અમેરિકાના 22માં ક્રમાંકિત ઓપેલ્કાને 6-7,6-8,6-4,6-1,6-3થી હરાવ્યો હતો.