લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામાં દક્ષિણના વિસ્તારોમાં બરફના તોફાનથી જનજીવન ઠપ્પ

અમેરિકામાં શિયાળું તોફાન ત્રાટક્યું હતું. જેમાં દેશના દક્ષિણના રાજ્યોમાં ઠેરઠેર બરફના થર જામી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. જ્યાં એક ફૂટ સુધી બરફના થર જામી જતાં ઘણાં રસ્તાઓ બંધ પડી ગયા હતા.જ્યારે ટેનેસી અને કેન્ટકીમાં બરફ જામી જતાં ઘણાં રસ્તા બંધ થઈ ગયા હતા.એલ્બામા,ટેનેસી,કેન્ટકી વગેરેમાં બરફના થર જામી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી હતી. ત્યારે ટ્રાન્સપોર્ટેશન વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે ટેનેસીમાં 25 થી ૩૦ કાર બર્ફિલી સ્થિતિના કારણે થીજી ગઈ છે.આ રાજ્યોમાં ખરાબ હવામાન અને બરફવર્ષાના કારણે વાહનોના અકસ્માતો નોંધાયા હતા. આ સિવાય કેન્ટકી,ટેનેસીના સરકારી કાર્યક્રમો રદ કરવા પડયા હતા. આમ બરફવર્ષા થતાં ઠંડો પવન ફૂંકાયો હતો. તાપમાનનો પારો શૂન્યની નીચે પહોંચી ગયો હતો.
આ બરફના તોફાનથી મિશિગન,કનેક્ટિકટ,મેસાચ્યુસેટ્સ,ડાકોટા જેવા રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો હતો.