લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના ઓક્લાહોમામાં તોફાનથી અસંખ્ય મકાનો ધરાશાયી થયા

અમેરિકાના ઓક્લાહોમામાં વાતાવરણ બદલાયું હતું.જેમાં સ્પ્રિંગ સ્ટોર્મના કારણે સ્થિતિ ખરાબ થઈ છે.જ્યાં એક પછી એક નાના-મોટા 8 તોફાનો આવ્યા હતા.આ દરમિયાન વધુ એક ભયાનક તોફાન આવ્યું હતુ.જેના કારણે 3 લોકોનાં મોત થયા હતા અને એક-બે ડઝન મકાનો પડી ગયા હતા.જ્યારે કેટલાક લોકોને શેલ્ટર હાઉસમાં આશરો આપવામાં આવ્યો હતો.કેટલાક ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી જેના કારણે અસંખ્ય લોકો અંધારપટ્ટમાં રાત વીતાવવા મજબૂર બન્યા હતા.તોફાનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તબાહી થઈ છે.કેટલાક લોકોને ઈજા પહોંચી છે.યુનિવર્સિટીના કેમ્પસમા નુકસાન થયું હતું.કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા.