અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2022માં ભરેલા ટેક્સ રિટર્નના આંકડા સરકાર દ્વારા જાહેર કર્યા છે.જે મુજબ જો બાઈડન અને તેમના પત્ની જિલ બાઈડનની સંયુક્ત આવક રૂ.4.76 કરોડ છે જે તેમની 2021ની રૂ.6.10 લાખ ડોલરની આવક કરતા ઓછી છે.આ કમાણી પર તેમને 23 ટકાના હિસાબે રૂ.1.13 કરોડ ટેક્સ ભર્યો છે.આ સાથે પોતાની કમાણીના 3.5 ટકા હિસ્સાને તેમણે દાનમાં આપ્યો છે.આમ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બાઈડનને 4 લાખ ડોલર સેલેરી મળે છે.આ સિવાય સંસદ તરફથી 50,000 ડોલર ભથ્થુ આપવામાં આવે છે.જ્યારે નોર્ધન વર્જિનિયા કોમ્યુનિટિ કોલેજમાં નોકરી કરતા બાઈડનના પત્ની જિલ બાઈડનનો વાર્ષિક પગાર 82,000 ડોલર છે.બીજીતરફ દેશના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમહોમની 2022ના ટેક્સ રિટર્ન મુજબ વાર્ષિક આવક રૂ.3.75 કરોડ છે.જેમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસને રૂ.2.19 લાખ ડોલર પગાર મળે છે અને પોતાના પુસ્તકોના વેચાણમાંથી મળેલી રોયલ્ટીની આવક રૂ.62,000 ડોલર છે.જ્યારે તેમના પતિ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના લો સેન્ટરમાં ભણાવે છે તેમનો પગાર રૂ.1.69 લાખ ડોલર છે.
Error: Server configuration issue
Home / International / અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ટેક્સ રિટર્નની વિગતો સાર્વજનિક કરવામાં આવી
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved