લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના વોશિંગ્ટનમા ફાયરિંગની ઘટના બની

અમેરિકામાં સતત ગોળીબારની ઘટનાઓ બની રહી છે.ત્યારે ફરીએકવાર પૂર્વ વોશિંગ્ટનમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.જે અંગે પોલીસે જણાવ્યુ હતું કે આ ઘટના શુક્રવારે રાત્રે 19મી સ્ટ્રીટ 1500 બ્લોક વિસ્તારમાં બની છે.જેમાં મૃતકના શરીર પર અનેક ગોળીઓના ઘા છે.થોડા દિવસો પહેલા અમેરિકાના આર્કન્સાસ પ્રાંતમાં પણ ગોળીબાર થયો હતો.જ્યા ફાયરિંગની બે અલગ-અલગ ઘટનાઓમાં 2 લોકોના મોત થયા છે જેમાં 5 લોકો ઘાયલ થયા હતા.આ અગાઉ અમેરિકાના કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીમાં આવેલા ગુરુદ્વારામાં 2 લોકોને ગોળી મારવાની ઘટના સામે આવી હતી.જેમા બંને પીડિતોની હાલત નાજુક જોવા મળી રહી છે.