લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુ.એસના કેલિફોર્નિયા ગુરુદ્વારામાં થયેલા ફાયરિંગમાં 17ની ધરપકડ કરાઇ

યુ.એસના કેલિફોર્નિયામાં આવેલી ગુરુદ્વારામાં ગોળીબારની ઘટના બની હતી.જેને લઈ પોલીસે 20 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે.જેમાં પોલીસે બે ભારતીય વોન્ટેડ સહિત 17 લોકોની ધરપકડ કરી છે.આ દરોડા દરમિયાન પોલીસને એકે-47,મશીનગન સહિત અનેક હેન્ડગન મળી છે. જેમાં મોટાભાગના શીખ સમુદાયના લોકો છે.આમ ધરપકડ કરાયેલા લોકોમાંથી બે માફિયા સાથે સંબંધ ધરાવતા ગુનેગારો છે અને હત્યાના આરોપમાં ભારતમાં વોન્ટેડ છે.જેમા ધરપકડ કરાયેલા આરોપીઓ બે હરીફ ગુનેગારની ગેંગ સાથે સંકળાયેલા છે.જેના પર કેલિફોર્નિયાના સટર,સેક્રામેન્ટો,સન વોલ્કિન,સોલાનો,યોલો અને મર્સડ કાઉન્ટીમાં હિંસા,ગોળીબાર અને હત્યાના પ્રયાસના આરોપો છે.આ ઘટના ગયા વર્ષે 27 ઓગસ્ટે બની હતી ત્યારે તેમના તાર આ વર્ષે 23મી માર્ચે બનેલી ગોળીબારની ઘટના સાથે જોડાયેલા છે.