લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતની ગોળી પર પ્રતિબંધ મુકવાનો ઈનકાર કર્યો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એબોર્શન માટેની પિલ મિફેપ્રિસ્ટોન પર પ્રતિબંધ મુકવાનો ઈનકાર કર્યો છે.જેમાં નીચેની કોર્ટે તેના પર પ્રતિબંધ મુક્યા બાદ આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.જેમાં નીચલી કોર્ટના પ્રતિબંધથી અમેરિકામાં આ ગોળીઓનુ વેચાણ બંધ થઈ જાય તેમ હતુ.પરંતુ સુપ્રીમ કોર્ટે નીચેની કોર્ટના આદેશને ફગાવી દીધો છે.આમ આ ટેબ્લેટનો ઉપયોગ માતાના ગર્ભમાં રહેલા બાળકની જન્મ પહેલા જ હત્યા કરવા માટે કરાઈ રહ્યો છે.આ દરમિયાન અમેરિકાની બાઈડન સરકારે આ નિર્ણય વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને તેમાં નીચેની કોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટ ફરી વિચારણા કરે તેવી અપીલ કરવામાં આવી હતી.ત્યારે સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને મિફેપ્રિસ્ટોન કંપનીની અપીલ પર ફાઈનલ ચુકાદો ન આવે ત્યાં સુધી નીચલી કોર્ટના ચુકાદા પર બ્રેક મારી દીધી છે.જેના પર અમેરિકન પ્રમુખ જો બાઈડને કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના સ્ટેના કારણે દેશમાં મિફેપ્રિસ્ટોન ટેબ્લેટ ઉપલબ્ધ રહેશે.આ દવાનો ઉપયોગ અત્યારસુધીમાં 50 લાખ કરતા વધુ અમેરિકન મહિલાઓ ગર્ભપાત માટે કરી ચુકી છે.