લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી

દેશના વિવિધ રાજ્યોમાંથી ચારધામ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે તેમની સ્થાનિક ભાષામાં યાત્રા સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જેમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ભાષાઓમાં ચારધામ યાત્રાની માર્ગદર્શિકા જાહેર કરવામા આવી છે.જેમાં બદ્રીનાથ ધામના દ્વાર ખુલ્યા બાદ ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે.ત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓની સુવિધા માટે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને આરોગ્ય મંત્રી ડો.ધનસિંહ રાવતની સૂચના પર આરોગ્ય વિભાગે 9 ભાષાઓમાં મુસાફરીની માર્ગદર્શિકા અંગે નવી ગાઈડલાઇન બહાર પાડી છે.જેમાં તમિલ,ઉડિયા,કન્નડ,મરાઠી,બંગાળી,પંજાબી,ગુજરાતી,મલયાલમ અને તેલુગુ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે બાબતે આરોગ્ય સચિવે કહ્યુ હતું કે ચારધામ યાત્રાના તમામ તીર્થસ્થાનો ઉચ્ચ હિમાલયના ક્ષેત્રમાં છે.ત્યારે તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ છે.જેમાં અતિશય ઠંડી,ઓછી ભેજ,અતિશય અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગ,નીચા હવાનું દબાણ અને તે સ્થળોએ ઓક્સિજનનો અભાવ પ્રવાસીઓ માટે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.ત્યારે ઓછામાં ઓછા 7 દિવસ માટે તમારી યાત્રાની યોજના બનાવો,શરીરને પર્યાવરણને અનુકૂળ થવા માટે સમય આપો,પગપાળા ચઢવાના દર એક કલાક પછી 5 થી 10 મિનિટનો વિરામ લો.આ સિવાય યાત્રા માટે જરૂરી સામાન અને સૂચનાઓમા- ગરમ કપડાં,મોજા, વરસાદથી બચાવવા માટે રેઈનકોટ,છત્રી,હૃદયરોગ,હાયપરટેન્શન,અસ્થમા,ડાયાબિટીસથી પીડાતા મુસાફરોએ આરોગ્ય તપાસવાના સાધનો,પલ્સ ઓક્સિમીટર,થર્મોમીટર રાખવા જોઈએ,તમામ જરૂરી દવા,પરીક્ષણ સાધનો અને તમારા ઘરના ડોક્ટરનો સંપર્ક નંબર સાથે રાખો,જો તમારા ડોક્ટર મુસાફરી માટે ના કહે તો કૃપા કરીને મુસાફરી કરશો નહી,મુસાફરી દરમિયાન ઓછામાં ઓછું 2 લિટર પ્રવાહી પીવો અને પૌષ્ટિક આહાર લો,કોઈપણ અગવડતાના કિસ્સામાં,સ્ક્રીનીંગ કેન્દ્રો અને તબીબી એકમોમાં આરોગ્ય તપાસ કરાવો.