ઉત્તરાખંડમાં એકલા રહેતા વૃદ્ધોના ઘરો તથા તેની આસપાસ આગામી સમયમાં પોલીસ સીસીટીવી કેમેરા લગાવશે.આ માટે ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે વિવિધ ફંડની મદદથી કેમેરા લગાવવાની સૂચનાઓ આપી છે.આમ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આવી અનેક ઘટનાઓ પોલીસના ધ્યાને આવી છે જેમાં ગુનેગારોએ એકલા રહેતા વૃદ્ધોનો ફાયદો ઉઠાવીને આવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે.ત્યારે ગત બે મહિનામાં એકલા રહેતા બે વૃદ્ધોની હત્યા થઈ ગઈ છે.ત્યારે વૃદ્ધોની સલામતી સુનિશ્ચિત કરવા પોલીસ હેડક્વાર્ટર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.આમ રાજ્યમાં અત્યારસુધીમા 1067 વડીલો કે જેઓ એકલા રહે છે તેમની ઓળખ કરવામાં આવી છે.આ ઉપરાંત 2396 જેટલા વડીલોએ પોલીસ એપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ સિવાય તમામ જિલ્લાઓમાં એકલા રહેતા લોકોની યાદી અપડેટ કરવા સૂચના જારી કરવામાં આવી છે તેમજ પોલીસ મહિનામાં બે વખત આવા લોકોની મુલાકાત લઈને તેમની ખબર-અંતર પણ પૂછશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved