કોરોનાની મહામારી દુનિયા માટે ઘાતક સાબિત થઈ છે. ત્યારે અસંખ્ય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે,કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે આવી સ્થિતિ વચ્ચે વેક્સિનમેકર કંપની માતબર કમાણી કરી રહી છે. ફાઈઝર અને મોર્ડના જેવી વેક્સિનમેકર કંપનીઓનો નફો એક વર્ષમાં અનેક ગણો વધ્યો છે. કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. ત્યારે બૂસ્ટર ડોઝ આપવાનું ઘણાં દેશોએ શરૂ કર્યું છે. જેના કારણે આ કંપનીઓ આ વર્ષે પણ અબજો ડોલરનો નફો મેળવશે.જેમાં અમેરિકન ફાર્મા કંપની મોર્ડના વર્ષ 2010મા સ્થપાઈ હતી. આટલા વર્ષોમાં કંપની વિવિધ સંશોધનો કરતી હતી પરંતુ કોરોનાની વેક્સિને તેને સફળ કંપની બનાવી છે.વર્ષ 2019-2020માં કંપની ખોટમાં ચાલતી હતી. વર્ષ 2020માં વેક્સિન શોધાઈ અને એ વેક્સિનના કારણે કંપનીએ એક જ વર્ષમાં 8 અબજ ડોલરનો નફો કર્યો હતો.જ્યારે બીજીતરફ અમેરિકન મલ્ટિનેશનલ કંપની ફાઈઝર 173 વર્ષ જૂની કંપની છે. જેની સ્થાપના 1લી જાન્યુઆરી,1849માં ચાર્લ્સ ફાઈઝર અને ચાર્લ્સ એફ ઈરહાર્ટે કરી હતી.જેના વેક્સિનના ડોઝ દુનિયાભરના દેશોએ ખરીદ્યા પછી વર્ષ 2021માં તેનો નફો વધીને 19 અબજ ડોલર થયો હતો. આમ ફાઈઝરને કોરોના વેક્સિનનો એક ડોઝ રૂ.75માં પડે છે. જ્યારે મોર્ડનાના એક ડોઝની પડતર કિંમત રૂ.140 થી 150 થાય છે.આમ સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. જેના કારણે ઘણાં દેશોએ નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. જેના કારણે વેક્સિનમેકર કંપનીઓની વેક્સિન હજુય વેચાતી રહેશે. જેનાથી કંપનીના બિઝનેસમાં અબજો ડોલરનો વધારો થશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved