રાજ્યમા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 183 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યમાં આગામી 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વડોદરામા વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં 11 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યારે શહેરના એમ.જી.રોડ,ચોખંડી,વાઘોડિયા રોડ,પાણીગેટ રોડ,અમદાવાદી પોળ,રાવપુરા રોડ, સુભાનપુરા અને ગોત્રી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. આ ઉપરાંત વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી રાજસ્થંભ સોયાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત અટલાદરા વિસ્તારના પાણી ભરાવવાના કારણે ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો જેના કારણે લોકોને પાણીમાંથી અવર-જવર કરવાની પડી ફરજ હતી. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છેલ્લા 4થી વધુ દિવસથી જામ્યું છે. જેના કારણે સુરતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે સુરતના રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝ-વે ઓવરફલો થતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. આમ છેલ્લા 24 કલાકમાં વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં મોન્સૂન સક્રિય થયું છે. એની સાથે આગામી 5 દિવસ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે,જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved