લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાના 5 ધારાસભ્યો ગાંધીનગર જવા રવાના થયા

મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધા બાદ ભાજપી મોરચે હડકંપ મચ્યો છે. ત્યારે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત માટે ભાજપના સભ્યોની બોલાવાયેલી બેઠકમાં ભાગ લેવા વડોદરાના તમામ ધારાસભ્યો સાંજે ગાંધીનગર જવા રવાના થયા હતા. આમ વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધા બાદ ભાજપ હાઈકમાન્ડે રવિવારે ધારાસભ્યોની બેઠક બોલાવી છે અને શનિવારે રાત સુધીમાં ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા ફરમાન કરવામાં આવ્યું છે. જેના કારણે શહેર અને જિલ્લા ભાજપના ધારાસભ્યો મોડી સાંજે વડોદરાથી ગાંધીનગર જવા રવાના થયા હતા. આમ વર્તમાન સમયમાં વડોદરામાંથી મુખ્ય હોદા પર બે ધારાસભ્યો છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ છે તો યોગેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી છે.