લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાના છાણીમા સ્ક્રેપના ગોડાઉનમા આગ લાગી

વડોદરાના છાણી વિસ્તારમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા વડોદરાની મદદ લેવામાં આવી હતી.જેમાં દશરથ ખાતે જીએસએફસી સામે ઓટોમોબાઇલ કંપનીના વર્કશોપ નજીક આવેલા સ્ક્રેપમાં લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી.પરંતુ ઓઈલનો જથ્થો હોવાને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી.જેમાં ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી છવાઈ જતા વાહનચાલકો તેમજ રાહદારીઓમાં ગભરાટની લાગણી વ્યાપી જવા પામી હતી.ત્યારે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાતા આગ કાબુમાં લેવા ટીમો કામે લાગી હતી.