વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંક 71,979 ઉપર પહોંચી ગયો હતો. જ્યારે જિલ્લામાં મૃત્યુઆંક 623 પર સ્થિર રહ્યો છે. આમ અત્યારસુધીમા 71,341 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. આ સિવાય વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાથી સંક્રમિત 4 કેસ નોંધાયા છે. આમ વડોદરામાં સયાજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં વધુ 3 કેસ નોંધાયા હતા. આ કેસો વચ્ચે વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથુ ઉચકતા તંત્ર દોડતું થયું છે. ત્યારે શહેરમાં એક દિવસમાં 681 જેટલા લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળતા તેઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્યા છે. બીજીતરફ ઝાડા ઉલટીના 141 દર્દીઓ નોંધાતા પાલિકા તંત્ર બેબાકળુ બન્યુ છે. આમ વડોદરા શહેરમાં બુધવારે 18 થી 44 વર્ષની વયના 1,590 લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે 8,110 લોકોએ રસીનો બીજો ડોઝ મૂકાવ્યો હતો તેમજ 25 હેલ્થકેર વર્કરોએ રસીનો પહેલો ડોઝ અને 30 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે. જ્યારે 385 ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો પહેલો અને 284 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે. આમ શહેર તથા જિલ્લામાં અત્યારસુધીમાં કોરોનાના 71,971 પોઝિટિવ કેસો નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9667 પશ્ચિમ ઝોનમાં 11,956, ઉત્તર ઝોનમાં 11,778, દક્ષિણ ઝોનમાં 11,780, વડોદરા ગ્રામ્યમાં 26,758 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved