લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશન નવી વોર્ડ ઓફિસ અને અર્બન પ્રાઇમરી હેલ્થ આરોગ્ય સેન્ટર બનાવશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમા તળાવથી ગણેશ નગરની વચ્ચેના વિસ્તારમાં લક્કડપીઠાની જમીન પર કપુરાઈ વોર્ડ નંબર 16ની નવી વહીવટી વોર્ડ ઓફિસ રૂ.2 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.જેને લઈ ટૂંક સમયમા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ સિવાય કોર્પોરેશનની 7 નવી વોર્ડ ઓફિસ બનાવવાની વાત છે. તેમાં 3માં તો ઓફિસ બની ગઈ છે,જ્યારે કપૂરાઈની વોર્ડ 16 ઓફિસ માટે લક્કડપીઠાની જગ્યા ઉપયોગમાં લેવાશે.નવું અર્બન પ્રાઇમરી આરોગ્ય સેન્ટર પણ બનાવવામાં આવશે.