લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં કેરીના રસનું ચેકિંગ હાથ ધરાયુ

ઉનાળાની સીઝન શરૂ થતા વડોદરામાં ઠેરઠેર કેરીના તૈયાર રસનું વેચાણ વધી જાય છે આ સિવાય શેરડીના રસનું પણ વેચાણ વધી જતુ હોય છે.ત્યારે કેરીના રસ, શેરડીના રસ તથા આઈસ્ક્રીમની ક્વોલિટી સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને લેબોરેટરીમાં તપાસ માટે નમૂના લેવામાં આવી રહ્યા છે.જેમાં કેરીના રસમાં કૃત્રિમ રંગ અને ચાસણીનો ઉપયોગ થતો હોવાથી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.ત્યારે તેના અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કેરીના રસના નમુના લેવામાં આવી રહ્યા છે.આ સિવાય 145 કિલો કેરીનો રસ,25 કિલો ચાસણી અને 5 લીટર રંગનો નાશ કરવામાં આવ્યો હતો.