લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશને આપેલા ક્રેનની બિસ્માર હાલત જોવા મળી

વડોદરા શહેરમાં ટ્રાફિક શાખાની નબળી કામગીરીને કારણે સડકો પર ટ્રાફીકની સમસ્યા જટિલ બનતી જાય છે.ત્યારે ટ્રાફિક શાખાને વડોદરા કોર્પોરેશને આપેલી ચાર ક્રેન ધૂળ ખાઇ રહી છે.જેમાં ટ્રાફીક વિભાગની બેધારી નીતિ તેમજ અણઆવડતના કારણે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે સડકો પર આડેધડ પાર્ક થતાં ફોર -વ્હીલરને ઉઠાવવા તેમજ લોક કરવા માટે માંડ એકાદ બે ક્રેન છે.જ્યારે ટુ-વ્હીલર ઉઠાવવા બે ઝોનમાં થઈને 8 ક્રેન છે.આમ વડોદરા મહાનગરપાલિકાએ ગત નવેમ્બર 2018માં મોટા વાહનોને ટોઇંગ કરવા ચાર ક્રેન આપી હતી.ત્યારે આ ચારેય ક્રેન ટ્રાફિક શાખાની ઉપેક્ષાનો ભોગ બની ધૂળ ખાઈ રહી છે.આ ક્રેનોનું મેન્ટેનન્સ થતું નથી એટલે ભંગાર થઈ રહી છે.