લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓની મેડિકલ સારવારની સુવિધામાં વધારો કરાયો

વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને મળતી મેડિકલ સારવારની કેશલેસ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.જેમાં કોર્પોરેશને આયુર્વેદિક હોસ્પિટલ સાથે નવી 26 હોસ્પિટલોનો ઉમેરો અને 08 સેન્ટરો રદ્દ કર્યા છે.ત્યારે હવે 97 સેન્ટરો ખાતે લાભાર્થીઓને સેવા મળી રહેશે.આમ વૈધકીય સવલતોમાં વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી 71 સુપર-મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલો,પેથોલોજી લેબોરેટરી,ડાયગ્નોસ્ટિક સેન્ટરોને સમયાંતરે મંજુર કરવામાં આવેલી છે.જેમાં વધુ સવલતો મળી રહે તેવા હેતુથી વડોદરા શહેરની વધુ સુપર-મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલો,પેથોલોજી લેબોરેટરી,ડાયગ્નોસ્ટિક સેન્ટરો તેમજ આયુર્વેદીક હોસ્પિટલોને માન્ય કરવામાં આવ્યા છે.તેમજ અગાઉની હોસ્પિટલોમાં જે હોસ્પિટલોનાં નામફેર થયા છે તે અને જે હોસ્પિટલોની માન્યતા રદ્દ કરવામાં આવી છે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે.આ સેવા વડોદરા મહાનગરપાલિકાનાં કર્મચારી,પેન્શનર આધારીત કુટુંબીજનો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ જનરલ વોર્ડમાં સારવાર મેળવી શકશે. તેમજ વડોદરા શહેરનાં 34 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને લાભાર્થીને રીફર કરવા જાણ કરવા પરીપત્ર જારી કરવામાં આવ્યો છે.આમ નવિન અને માન્ય હોસ્પિટલોમાં 26 હોસ્પિટલોનો સમાવેશ થાય છે,જ્યારે 04 હોસ્પિટલો પેથોલોજી લેબોરેટરીઓના નામ ફેર થયા છે તેમજ 08 હોસ્પિટલ-પેથોલોજી લેબોરેટરી-ડાયગ્નોસ્ટિક સેન્ટરની માન્યતા રદ્દ થઈ છે.