લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશનને અત્યારસુધી રૂ.57.85 કરોડની આવક થઈ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક રૂ.560 કરોડ રાખવામાં આવ્યો છે.જેની સામે તા.1 એપ્રિલ થી તા.23 મે સુધીમાં કોર્પોરેશનને રૂ.57.85 કરોડની વેરાની આવક થઈ ચૂકી છે.જેમાં પ્રથમ 10 દિવસમા રિબેટ યોજના હેઠળ કોર્પોરેશનને રૂ.15.76 કરોડની આવક થઈ હતીઆમ તા.1 એપ્રિલ થી 23 મે સુધીમાં કોર્પોરેશનને રૂ.57.85 કરોડની આવક થઈ છે તેમાં 43 કરોડ મિલકત વેરા પેટે મળ્યા છે જ્યારે 8.78 કરોડ પ્રોફેશનલ ટેક્સની આવક થઈ છે.જ્યારે 5.77 કરોડની આવક વ્હીકલ ટેક્સની મળી છે.જ્યારે 25.66 લાખ વોટર ટેક્સના મળ્યા છે.