લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાની શિક્ષણ સમિતિ સુરતનુ મોડેલ અપનાવશે

વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સુરત શિક્ષણ સમિતિના મોડેલનુ અનુકરણ કરવામાં આવી રહ્યુ છે.જેમા વડોદરા શિક્ષણ સમિતિની ટીમ દ્વારા સુરત શિક્ષણ સમિતિની મુલાકાત લેવામાં આવી હતી અને સુરત દ્વારા જે મોડેલ અપનાવવામાં આવ્યુ છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.આમ સુરત શિક્ષણ સમિતિની 143 સ્કૂલો કાર્યરત છે.જેમા 1.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જ્યા ગુજરાતી સહિત 6 માધ્યમમાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.આ સિવાય ધો.1 થી 12નો અભ્યાસ એક જ કેમ્પસમાં કરવા મળે તે માટે માધ્યમિક સ્કૂલો શરૂ કરવામાં આવી હોવાથી ડ્રોપઆઉટ રેશિયો ઘટયો છે.ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમા રાખી વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેન,શાસનાધિકારી તેમજ બીજા હોદ્દેદારોએ સુરતની બે સ્કૂલોની મુલાકાત લીધી હતી. વડોદરામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ચાર ઝોનમાં ચાર માધ્યમિક સ્કૂલો શરૂ કરવાનુ નક્કી કરી રહ્યુ છે.