લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરામાં વીજ કેબલની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ જોવા મળી

વડોદરામાં પાણીની લાઈન લીકેજ થવાના બનાવ અવારનવાર બનતા રહ્યા છે એમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી માટે ખોદકામ સમયે બેદરકારી રાખવાથી લાઈન તૂટવાના પાણીની રેલમછેલ થવાના બનાવો પણ બનતા જોવા મળી રહ્યા છે.જેમાં વર્તમાનમાં વોર્ડ નંબર 13ના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ કાશી વિશ્વનાથ થી એસઆરપી તરફ આવતા અંદર કાશી વિશ્વનાથ સોસાયટીના નાકા પાસે વીજનિગમ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલુ હતી ત્યારે કોન્ટ્રાક્ટરના માણસોએ બેદરકારી દાખવતા લાલબાગની 10 ઇંચની પાણીની ફીડર લાઇન તોડી નાખી હતી જેની ગઈકાલે જાણ થતા તરત જ કોર્પોરેશનના અધિકારીઓને તરત ધ્યાન દોર્યું હતું.કેમકે તેઓ આ લાઈન તૂટવાથી અજાણ હતા જેમા લાઈન તુટતા જ પાણીનો ધોધ છૂટ્યો હતો.જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જવા પામી હતી અને નજીકની સોસાયટીઓમાં તેના પાણી ભરાઇ ગયા હતા પરંતુ બાદમાં ઉતરી ગયા હતા.