વડોદરામાં ફાયર ડે પહેલા લોકોમાં જનજાગૃતિ લાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેનર્સ તેમજ પોસ્ટર્સ લગાવીને સાવચેતી રાખવાના સૂચનો કરવામાં આવ્યા હતા.જેમાં મુંબઈના દરિયામાં માલવાહક જહાજ અગન ગોળામાં ફેરવાઈને નાશ પામ્યું તે બનાવમાં ફાયર બ્રિગેડના 66 જવાનો શહીદ થતાં ત્યારે તેમના માનમાં આગામી 14 એપ્રિલે ફાયર ડે મનાવવામાં આવે છે.ત્યારે આ નિમિત્તે બદામની બાગ સ્થિત ફાયર કંટ્રોલરૂમ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહુમાળી બિલ્ડીંગ માટે ઉપયોગી સાધનો સહિતના નાના-મોટા 15થી વધુ સાધનોનું નિદર્શન રાખવામાં આવ્યું હતું.આમ આ રેલી માર્કેટ,ન્યાય મંદિર,માંડવી,પાણીગેટ,સરદાર એસ્ટેટ,અમિત નગર,ફતેગંજ રેસકોર્સ,ગોત્રી,વડસર,તરસાલી,ડભોઇ રોડ થઈને 40 કિલોમીટર વિસ્તારમાં ફરી દાંડિયા બજાર ખાતે સંપન્ન થવાની છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved