Error: Server configuration issue
વલસાડના ઉમરગામ તાલુકાના ભાઠી કરમબેલી ગ્રામ પંચાયત ખાતે સ્થાનિક તેમજ આજુબાજુના ગામના લોકોએ ઇ-શ્રમ કાર્ડ યોજનાના કાર્ડ બનાવવાની મેગા ડ્રાઇવમાં જોડાઈને ઇ-શ્રમ કાર્ડ મેળવ્યા હતા.જેમા તમામ શ્રમિકોને ઇ-શ્રમ યોજનાના કાર્ડ બનાવી આપ્યા હતા.જે રજિસ્ટ્રેશનની મેગા ડ્રાઈવ તા.28-29 માર્ચ 2023ના રોજ રાખવામાં આવી હતી.આ કાર્ડ માટે 18 થી 60 વર્ષની વચ્ચેની ઉંમરના કોઈપણ અસંગઠિત શ્રમયોગી નોંધણી કરાવી શકે છે.ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીને 1 વર્ષ માટે રૂ. 2 લાખનો અકસ્માત વીમો મંજૂર કરવામાં આવશે અને અંશતઃ વિકલાંગતાના કિસ્સામાં રૂ.1 લાખ મળશે અને નોંધણી થયેથી શ્રમયોગીઓને 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથેનું ઈ-શ્રમ કાર્ડ જારી થશે જે દેશભરમાં માન્ય ગણાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved