લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વલસાડ જીલ્લામાં વરસાદની શરૂઆત થઈ- જલાલપોરમાં 4 ઈંચ પડ્યો

નૈઋત્ય ચોમાસાનું દક્ષિણ ગુજરાત સુધી આગમન થઈ ગયું છે.ત્યારે વલસાડ-નવસારી સહિતના પંથકમાં વરસાદ નોંધાયો હતો.જેમાં હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર જીલ્લાનાં 15 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.તેમજ નવસારી જીલ્લાના જલાલપોરમાં મેઘરાજા તૂટી પડતાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.જેના કારણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.આ સિવાય નવસારી શહેરમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ચીખલીમા વરસાદી ઝાપટા પડ્યા હતા.આ સિવાય કપરાડામાં બે ઈંચ વરસાદ વાપી-ઉંમરગામ તથા ધરમપુર-પારડીમાં અર્ધો-અર્ધ ઈંચ વરસાદ પડયો હતો.સુરત જીલ્લાનાં માંગરોળ તથા પલસાણામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.આમ આવનારા ચાર દિવસ દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ભારે વરસાદની શકયતા છે.