લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વલસાડમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો,ખારવેલમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.જ્યાં મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.ત્યારે રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં વરસાદે દસ્તક આપી છે.જ્યારે વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.આ સિવાય દાદરા-નગરહવેલીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.આમ અત્યારે જિલ્લામાં કેરીની સીઝન ચાલી રહી છે આથી વરસી રહેલો વરસાદ અને બદલાયેલું વાતાવરણ કેરીના પાક માટે નુકસાનકારક હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.છેલ્લા બે દિવસથી વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.આમ ખારવેલમાં 129.6 એમએમ,સેલવાસમાં 57 એમએમ વરસાદ નોંધાયો છે.