લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મહાકાય ક્રુઝ શિપનું સાઉથમ્પ્ટન ખાતે આગમન થયું

યુનાઇડેટ કિંગ્ડમમાં એકસાથે પાંચ હજારથી વધુ પ્રવાસીઓને સહેલગાહ કરાવી શકે તેવું મહાકાય ક્રુઝ શિપ તૈયાર થયા બાદ સાઉથમ્પ્ટન ખાતે આવી પહોંચ્યું ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.આમ યુનાઈટેડ કિંગ્ડમના માર્કેટ માટે તૈયાર કરવામાં આવેલું ક્રુઝ શિપ છે.જેમાં 17 જેટલા પેસેન્જર ડોક તૈયાર કરાયા છે.આ જહાજ લિક્વફાઈડ નેચરલ ગેસથી ચાલતું બ્રિટનનું સૌપ્રથમ લાઈનર હોવાનો દાવો સંચાલકો કરી રહ્યા છે.જેના કારણે આ જહાજથી પ્રદૂષણ નહિવત થશે.આમ સાઉથમ્પ્ટનના કાંઠે આવેલા વિશાળ ક્રુઝ શિપને વોટર સેલ્યૂટ આપવામાં આવી હતી.