લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / વિક્કી કૌશલ-રશ્મિકા મંદાનાની જોડી રૂપેરી પડદે જોવા મળશે

રશ્મિકા મંદાના બોલીવૂડમાં એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરી રહી છે.જેમાં તેણે ગયા વર્ષે અમિતાભ બચચનની ગુડબાય ફિલ્મથી બોલીવૂડમા ડેબ્યુ કર્યું હતું.આ પછી તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ઓટીટી પર મિશન મજનૂમાં જોવા મળી હતી.ત્યારે તે આગામી સમયમાં વિક્કી કૌશલ સાથે રૂપેરી પડદે જોવા મળવાની છે.વિક્કી કૌશલ ફિલ્મ દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર સાથે એક પીરિયડ ડ્રામામાં કામ કરવાનો છે.જે ફિલ્મનું ટાઇટલ છાવા છે.જેમાં તે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કરતો જોવા મળશે ત્યારે રશ્મિકા મંદાના પણ આ ફિલ્મનો હિસ્સો છે.જેમાં તે છત્રપતિ મહારાજની પત્ની યેસુબાઇ ભોંસલેનું પાત્ર નિભાવાની છે.આ ફિલ્મની વાર્તા સંભાજી મહારાજની વીરતા,તેના બલિદાન અને યુદ્ધ કલા પર આધારિત હશે.