લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિજય હઝારે ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ ચેમ્પિયન બન્યું

હિમાચલ પ્રદેશે વિડીજે મેથર્ડથી 11 રનથી તમિલનાડુને ફાઈનલમાં હરાવીને વિજય હઝારે ટ્રોફી વનડે ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.જેમા વિકેટકિપર ઓપનર શુભમ અરોરાએ અણનમ 136 રન નોંધાવ્યા હતા.આમ 315 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલા હિમાચલને જીતવા માટે આખરે 15 બોલમાં 16 રનની જરૂર હતી. ત્યારે બેડ લાઈટને કારણે મેચ અટકી હતી અને આખરે વિડીજે મેથર્ડથી હિમાચલને 47.3 ઓવરમાં 289 રનનો ટાર્ગેટ અપાયો હતો, ત્યારે તેમનો સ્કોર 47.3 ઓવરમાં 4 વિકેટે 299 હોવાથી તેઓ 11 રનથી વિજેતા જાહેર થયા હતા. જેમાં ઓપનર અરોરાનો સાથ અમીત કુમારે 74 અને રિષી ધવને અણનમ 42 રન કર્યા હતા.આ અગાઉ ટોસ ગુમાવ્યા બાદ બેટીંગ કરતાં તમિલનાડુએ 40 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ દિનેશ કાર્તિક અને બાબા ઈન્દ્રજીતે 5મી વિકેટ માટે 202 રનની રનની ભાગીદારી કરતાં તમિલનાડુને મજબુત સ્થિતીમાં લાવી દીધું હતુ.જેમાં દિનેશ કાર્તિકે 103 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 116 રન કર્યા હતા. જ્યારે ઈન્દ્રજીતે 71 બોલમાં 80 રન કર્યા હતા. આ સિવાય શાહરૂખ ખાને 42 અને વિજય શંકરે 22 રન નોંધાવ્યા હતા. બીજીતરફ હિમાચલના પંકજ જયસ્વાલે 4 જ્યારે રિષી ધવને ૩ વિકેટ ઝડપી હતી.