લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વિજય રૂપાણી,જીતુ વાઘાણી અને નિતીનભાઈને લોકસભા પ્રચારની જવાબદારી અપાઈ

આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ તેના પુર્વ મુખ્યમંત્રીઓ,મંત્રીઓ તેમજ પક્ષના અનેક નેતાઓને એકશનમાં લાવ્યા છે અને તેઓને લોકસભા ચૂંટણીમાં મતવિસ્તાર મુજબ ડયુટી આપવામાં આવી છે.જેમાં પુર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને કેરળની જવાબદારી સોંપાઈ છે તો ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને દિલ્હીમાં જવાબદારી સોપાઈ છે.જ્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરના 8 નેતાઓને જવાબદારી સોંપાઈ છે જેમાં કેન્દ્રીય મંત્રી ભગવત કરાડ,પુર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન,મહારાષ્ટ્ર ભાજપના પુર્વ વડા ચંદ્રકાંત પાટીલ,પુર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે,સુધીર ગુપ્તા,શ્યામ પજુને વિવિધ લોકસભાની જવાબદારી સુપ્રત કરાઇ છે.ભાજ પ હાઈકમાન્ડે 300 જેટલા નેતાઓને મેદાનમાં ઉતારીને 160 જેટલી લોકસભા બેઠકોની જવાબદારી સુપ્રત કરી છે.જયાં તેઓ પહોંચીને મોદી સરકારના નવ વર્ષની ઉજ વણી સહિત જનસંપર્ક અભિયાનમાં ભાગ લેશે.આ એક મહિના અંતર્ગત ભાજપના નેતાઓ પોતાને સોંપેલા વિસ્તારમાં જઈને જનસંપર્ક અભિયાન ચલાવશે.જેના માટે ગુ જરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની 7 પૈકી ચાંદની ચોક,દિલ્હી નોર્થ-વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલ સહિત 3 લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને ઉતરપ્રદેશની મુજજફરનગર,કૈરાના તેમજ ઉતરાખંડની ટીહરી,હરિદ્વાર અને ગઢવાલ મળીને બે રાજયની 5 લોકસભા બેઠ કની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયા ળને ઉતરપ્રદેશ,રાજસ્થાન અને મહારાષ્ટ્રની કેટલીક લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.